પાન ના ઘટકો (૧) નાગરવેલનું પાન, (૨) સોપારી, (૩) ચૂનો, (૪) તમાકુ, (૫) કાથો, (૬) કસ્તૂરી, (૭) સોના અને ચાંદીનો વરખ, (૮) લીલી વરિયાળી (સુકાયેલી નહીં તેવી ભીની વરિયાળી), (૯) બદામ, (૧૦) મરી, (૧૧) કેસર, (૧૨) જાયફળ (૧૩) જાવંત્રી, (૧૪) એલચી, (૧૫) લવિંગ (૧૬) સૂંઠ, (૧૭) આદુ, (૧૮) ચંદન, (૧૯) સૂકું અને લીલું નાળિયેર, (૨૦) તજ, અને (૨૧) કપૂર, (૨૨) ખારેક. આજનાં સમયમાં ઉપરની સામગ્રીઓ સાથે ગુલકંદ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, ખજૂર, મિંટ, ધાણાદાળ, ચોકલેટ સાથે અનેક અન્ય સામગ્રીઓઑ પણ ઉપયોગ થાય છે. યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે, કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે. નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં...