અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે.
તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે.
આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે.
એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટીને ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, તોતડાપણું, હાથપગમાં શુન્યકાર જેવા જુના, હઠીલા રોગો મટે છે.
અક્કલકરાનું ચુર્ણ સડેલા, પોલા, દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે. પા ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર મટે છે.
અક્કલકરાનું ચુર્ણ મોઢામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાનું બેસ્વાદપણું મટે છે. અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે. તેનાથી મંદાગ્ની, અરુચી, ઉધરસ, સળેખમ, દમ, ઉન્માદ, અપસ્માર વગેરે મટે છે.

Comments
Post a Comment