ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા,
અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
ચણોઠી : ચોમાસામાં ચણોઠીની મોટી વેલ થાય છે. એનાં પાન આમલી જેવાં જ પણ મીઠાં અને કોમળ હોય છે. તેની લાલ સફેદ અને કાળી એમ ત્રણ જાત થાય છે. ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે.
ચણોઠીને શુદ્ધ કરવા માટે ત્રણ કલાક દુધમાં ઉકાળી ઉપરની છાલ દુર કરી પાણીથી ધોઈ તડકામાં સુકવી ચુર્ણ બનાવી વાપરવું. ચણોઠીનાં મુળ, પાન અને ફળ પણ ઔષધમાં વપરાય છે.
ચણોઠી કડવી, તુરી અને ગરમ છે. એ આંખ, ચામડી,
વાળ, કફ, પીત્ત, કૃમી, ઉંદરી, કોઢ, વ્રણ વગેરે રોગોમાં વપરાય છે. ચણોઠી વાજીકર અને બળકારક છે.
(૧) સફેદ ચણોઠીનું ચુર્ણ ચોપડવાથી માથાની ઉંદરી-ટાલમાં ફાયદો થાય છે.
(૨) સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરાનો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી દારુણક-માથાનો ખોડો મટે છે.
(૩) ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવાથી માથાના બધી જાતના દુ:ખાવા મટે છે.
(૪) ચણોઠીનાં પાન વાટીને ચોપડવાથી પીત્તથી થતાં ગુમડાં-વીસર્પ મટે છે.
(૫) ચણોઠીનાં મુળ પાણીમાં લસોટી સુંઘવાથી આધાશીશી મટે છે.
(૬) સફેદ ચણોઠીનાં પાન ખુબ ચાવીને ખાવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.
(૭) સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંનાં ચાંદાં મટી જાય છે.
સીધી ખાવી નહીં.... તે ઝૈરી હોય છે... પણ એવુ કહેવાય છે કે તેના પાન ઝૈરી નથી અને ઔષધ માં વપરાય છે

Comments
Post a Comment