Skip to main content

કોકમ (Garcinia indica)

કોકમ પશ્ચિમઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્ય આકારનું રુક્ષ છે.
 #દેખાવે અતિસુંદર સદાહરિત પાન અને નમેલી ડાળીઓ અતિ સુંદર લાગે છે .

#વૃક્ષનાં ફળો બાહ્ય ભાગ કોકમના ફુલ દાળ શાક સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે
#આમલી અને આમચુર કરતાં કોકમ ચડિયાતાં છે.
#કોકમ મંદાગ્ની,અરુચી,અતીસાર, ઉબકા, ઉલટી,સંગ્રહણી,આફરો,કૃમી અને હૃદયરોગમાં ખૂબ ઉપયોગી છે.
#પાકું કોકમ પચવામાં ભારે,ઝાડાને સૂકવનાર,તીખું,તૂરું,હલકું,ખાટું,ગરમ,ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર,અગ્નીને પ્રદીપ્ત કરનાર તથા કફ અને વાયુ વધારનાર છે. તે હરસ,સંગ્રહણી અને હૃદયરોગ મટાડે છે. એનાથી મળનો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે.
#અડધી ચમચી કોકમનું ચૂર્ણ દહીંની તર સાથે મેળવી સવાર-સાંજ લેવાથી દુઝતા હરસ મટે છે.
#ઘી કે તલના તેલમાં બે-ત્રણ કોકમ તળી સવાર-સાંજ ખાવાથી અતીસારમાં મળ બંધાઈને ઉતરે છે.
#કોકમના પાણીમાં જીરુ અને સાકર નાખી પીવાથી શીતપીત્ત મટે છે.
કોકમનું તેલ લગાડવાથી હાથની હથેળી અને પગના તળિયાની બળતરા મટે છે.
#કોકમને ચટણી જેમ પીસી,પાણીમાં મિશ્રકરી સાકર નાખી શરબત બનાવી પીવાથી પીત્તની બળતરા,અનિદ્રા અને તરસ મટે છે.આ શરબત થોડું થોડું પીવાથી પિત્તનું શમનથાય છે.
#રાજપીપળાના વનસ્પતિ ઉદ્યાનમાં કોકમના ખૂબ ઝાડ છે.

Comments

Popular posts from this blog

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

અક્કલકરો ઔષધ.

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છ...

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/