Skip to main content

કૂબો(thumbe) કૂબો ,દ્રોણપુષ્પી (ગુમ્મા)

દ્રોણપુષ્પી જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ છીએ. તે આપણા મોટા ભાગનાં વિસ્તારમા જોવા મળે છે.
તેને ગુજરાતીમાં કુબા નાં નામ થી અને ર્હિન્દીમાં ગુમ્મા,  સંસ્કૃતમાં દ્રોણપુષ્પી.  નામથી ઓળખવામાં આવે છે.
દ્રોણપુષ્પી(કુબા) નો છોડ બે થી ચાર ફૂટ લાંબો અને ચાર પાંચ ડાળીઓ વાળો ઘૂંઘટ આકારનો હોય છે. દ્રોણપુષ્પી  (ગુમ્મા) ના છોડ ઉપર સફેદ રંગના નાના નાના દાણા હોય છે. તેના પાંદડા 2-3 ઇંચ લાંબા અને અણીદાર છેડા વાળા હોય છે. તેના ફૂલ કપ જેવા આકારના સફેદ અને ઘટાદાર હોય છે. ફૂલના દરેક ગુછા ઉપર બે પાંદડા જોડાયેલા હોય છે. તેની ડાળીઓ પાતળી અને 5 થી 6 ઇંચ લાંબી હોય છે. જેની ગંધ તીવ્ર હોય છે. તેના ઉપયોગથી ઘણા રોગો દુર થઇ શકે છે.
 તે ઉદર રોગ, વિશ દોષ, યકૃત વિકાર, પક્ષઘાત વગેરે માં ખુબ ફાયદાકારક ઔષધી છે.
 ઝેર, જ્વર માટે કુબા કે દ્રોણપુષ્પી  ની ડાળીઓ કે પાંદડાને વાટીને પોટલી બનાવી લો અને તેને જમણા હાથની નાડી ઉપર કપડાની મદદથી બાંધી દો. તેનાથી રોગીનું જ્વર ખુબ જ વહેલા ઠીક થઇ જાય છે.
સુકા રોગમાં – સુકા રોગ ખાસ કરીને નાના બાળકોને થાય છે. ગુમ્મા ની ડાળીઓ કે પાંદડાને વાટીને સુદ્ધ ઘી માં તાપ ઉપર પકાવી લો અને ઠંડુ થાય એટલે આ ઘી થી બાળકોના શરીર ઉપર માલીશ કરો. આ સુકો રોગ ખુબ જ જલ્દી દુર થઇ જાય છે.
સાંપ કરડવા ઉપર : કોઈપણ વ્યક્તિને કેટલો પણ ઝેરીલો સાંપ કરડ્યો હોય તેને દ્રોણપુષ્પી ના પાંદડા કે ડાળીઓ ખવરાવવા જોઈએ કે તેના 10 થી 15 ટીપા રસ પીવરાવવો જોઈએ. જો વ્યક્તિ બેહોશ થઇ ગઈ હોય તો ગુમ્મા દ્રોણપુષ્પી નો રસ કાઢીને તેના કાન, મોઢા અને નાક દ્વારા ટીપા નાખી દો. તેનાથી મૃત્યુ ન પામેલ હોય તો ચોક્કસ રીતે ઠીક થઇ જશે. ઠીક થયા પછી થોડા સમય માટે ઊંઘવા ન દો.

Comments

Popular posts from this blog

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

અક્કલકરો ઔષધ.

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છ...

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/