Skip to main content

લાખાલુણી

કુદરતે પોતાના ખજાનામાંથી આપણને પહેલેથી જ પુષ્કળ આપ્યું છે, બસ આપણે જ તેને ઓળખી નથી શકતા, પહેલા લોકોને જ્ડ્ડી બુટ્ટી ની ઘણી જાણકારી હતી પણ ધીમે ધીમે લુપ્ત થઇ ગઈ.
#લાખાલુણી ખાલી પડેલ જમીન ઉપર ઉગી નીકળે છે. અને આપણે તેનેનકામી સમજીને ફેંકી દેતા હોઈએ છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાંતેને common purslane, Kaun Purslane, Pussley, Pig-weed કહેવામાં આવે છે.
તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો. અને વરસાદમાં તે પાણી મળવાથી ફરીવાર લીલી થઈને ફેલાઈ જાય છે. જેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી તો તમે વિચારી શકો છો કે તેમાં Immunity હશે.
#તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં vitamin, iron, calcium, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
#આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલાશાકભાજીમાં જો કોઈમાં omega 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે.
#તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ Vitamin ‘A’ મળે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે
#આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.
#તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શક્તિના સ્તરને વધારી દેશે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે,
#આયુર્વેદમાં તેને માથાના રોગ, આંખોનારોગ, કાનના રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થુકમાં લોહી આવવું, પેટના રોગ, મૂત્રના રોગ, બીમારી અને ઝેર ઉતારવા માટે કરવામાં આવે છે.તેનો સલાડ, શાકભાજી કે તે આખા છોડની રાબ બનાવીને પી શકાય છે.

Comments

Popular posts from this blog

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

અક્કલકરો ઔષધ.

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છ...

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/