કલ્પના કરો. એક એવું ઝાડ જેના પાન અને સિંગમાં ૩૦૦થી વધારે રોગોને અટકાવવાના ગુણ, ૯૨ વિટામિન્સ, ૧૬ એન્ટિ ઓક્સિડેન્ટ, ૩૬ દર્દ નિવારક અને ૧૮ પ્રકારના એમિનો એસિડ મળે છે તો આ ઝાડને ચમત્કાર જ માનવામાં આવશે. તમારી આસપાસ આમ જ ઉગતા સરગવામાં આ તમામ ગુણો રહેલા છે. તેની ખૂબીઓનો આટલેથી જ અંત આવી જતો નથી. ચારા તરીકે તેના લીલા અને સૂકા પાનના ઉપયોગથી પશુઓના દૂધમાં દોઢ ગણાથી વધારે અને વજનમાં ત્રીજા ભાગ કરતાં વધારેની વૃદ્ઘિના અહેવાલ છે. એટલું જ નહીં, તેના પાનના રસને પાણીમાં મિલાવી પાક પર છાંટવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. કુપોષણ, એનીમિયા વિરૂદ્ઘના જંગમાં સર્વસુલભ અને દરેક જગ્યાએ પેદા થતો સરગવો ઉપેિક્ષત છે. લગભગ પાંચ વર્ષ પહેલા આયુર્વેદે સરગવાની જે ખૂબીઓને ઓળખી હતી, આધુનિક વિજ્ઞાનમાં તે સાબિત થઇ ચૂકી છે. દુર્ભાગ્ય એ છે કે જે સામાન્ય લોકોએ સરગવાના ગુણ વિશે ખબર હોવી જોઇએ તે લોકો તેનાથી અજાણ છે. સરગવાનું મૂળ સ્થાન હિમાલયની તરાઇ જ છે. આ જ કારણ છે કે ત્યાં તમને ઠેર ઠેર સરગવાના ઝાડ જોવા મળી જશે. તેને દૈવી ચમત્કાર જ કહીશું કે વિશ્વમાં જ્યાં-જ્યાં કુપોષણની સમસ્યા છે ત્યાં સરગવાનું અસ્તિત્વ છે. દેશના અપેક્ષાકૃત પ્રગતીશીલ દિક્ષણ ભારતના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં તેની ખેતી થાય છે. હવે તો ગુજરાતમાં અને ખાસ કરીને ચરોતરમાં સરગવાની ખેતીમાં વધારો થઇ રહ્યો છે. તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીએ પીકેએમ-૧ અને પીકેએમ-ર નામની બે પ્રજાતિઓ વિકસાવી છે. પીકેએમ-૧ ત્યાંના કૃષિ જળવાયુ ક્ષેત્રને અનુકૂળ પણ છે.
સરગવાના પૌષ્ટિક ગુણોની તુલના - વિટામિન સી : સંતરા કરતાં ચાર ગણુ - વિટામિન એ : ગાજર કરતાં ચાર ગણુ - કેલ્શિયમ : દૂધ કરતાં ચાર ગણુ - પોટેશિયમ : કેળા કરતાં ત્રણ ગણુ - પ્રોટીન : દહીં કરતાં ત્રણ ગણુ
સરગવાના પૌષ્ટિક ગુણોની તુલના - વિટામિન સી : સંતરા કરતાં ચાર ગણુ - વિટામિન એ : ગાજર કરતાં ચાર ગણુ - કેલ્શિયમ : દૂધ કરતાં ચાર ગણુ - પોટેશિયમ : કેળા કરતાં ત્રણ ગણુ - પ્રોટીન : દહીં કરતાં ત્રણ ગણુ
Comments
Post a Comment