Skip to main content

Posts

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
Recent posts

ચંદન

આ પોસ્ટ નો હેતુ લાલ ચંદન ની સાચી ઓળખ કરાવાનો છે. 4,5 વર્ષો થી ઘણા બધા ખેડૂત મિત્રો એ લાલ ચંદન ના નામે રંતનગુંજા કે જેના બીજ લાલા કલરના ચમકતા હોય છે તેનું વાવેતર કરેલ કરે છે.. લાલ ચંદન અને રક્તચંદન(રતાંજલી, રતનગુંજા) બન્ને સંપૂર્ણ જુદા ઝાડ છે. બન્ને ઝાડ કોઈપણ જમીનમાં થઈ શકે છે અને પાણીની અછત સહન કરી શકે છે. સફેદ ચંદન સુગંધિત હોય છે અને તેનું વાવેતર વધુ થાય છે. લાલ ચંદન પણ દક્ષિણના સૂકા જનગલોમાં થાય છે તેનું લાકડું કિંમતી ફર્નિચરમા વપરાય છે. રક્તચંદન જે રતનગુંજા, રતાજલી નામે ઓળખાય છે. જેનું આયુર્વેદમાં મહત્વ વધુ છે. કુદરતી એન્ટિબાયોટિક હોય તેના ગર્ભમાં રહેલા લાલ લાકડાને પથ્થર પર ઘસીને મલમ દવા તરીકે વાપરતા.

गिलोय

आपके लिए गिलोय के औषधीय गुणों के बारे में जानकारी लेकर आये हैं। यह औषधि गरीब के घर की डॉक्टर समान है। गिलोय लगभग भारत में सभी जगह पायी जाती है।

કોકમ (Garcinia indica)

કોકમ પશ્ચિમઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્ય આકારનું રુક્ષ છે.  #દેખાવે અતિસુંદર સદાહરિત પાન અને નમેલી ડાળીઓ અતિ સુંદર લાગે છે .

चिरौंजी

कभी खीर तो कभी मिठाइयों में आप सभी ने चिरौंजी का सेवन किया होगा,, पर इसकी फसल होती हैं या पेड़ ये कम ही जानते होंगे.... । चिरौंजी को प्रियाल, खरस्कंध, चार, राजादन,सन्नकदृ, पियाल,चारोली आदि नामों से जाना जाता हैं.... । यह भारत का मूल निवासी पेड़ हैं  .... देश के उत्तर-पश्चिमी हिस्सों में बहुतायत में पाया जाता है ....मध्यप्रदेश के बेतुल में इसके काफी पेड़ पाए जाते है,, वही बस्तर में सघन वन .... इस पर गोल और काले कत्थई रंग का एक फल लगता है.... यह फल पकने पर मीठा और स्वादिष्ट होता है और उसके अन्दर से बीज प्राप्त होता है. बीज या गुठली का बाहरी आवरण मजबूत होता है....इसे तोड़कर उसकी मींगी निकालते है.....यह मींगी ही चिरौंजी कहलाती है और एक सूखे मेवे की तरह इस्तेमाल की जाती है....। चिरौंजी के अतिरिक्त, इस पेड़ की जड़े, फल,पत्तियां और गोंद का औषधीय दवाइयों में उपयोग किया जाता है.... चिरौंजी का उपयोग कई भारतीय मिठाई बनाने में एक सामग्री की तरह इस्तेमाल किया जाता है....वही इसका सेवन हमे अनेक बीमारियों से बचाता हैं...। चिरौंजी बीज में करीब 50% से अधिक तेल होता हैं, जो की चिरौंजी का तेल नाम से ज...

સર્પગંધા (Rauwolfia Serpentins)

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી . સાપને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે. એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છામાં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે. પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે. આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિ...

અક્કલકરો ઔષધ.

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છ...